Aavakna Dakhlaમાં છેડછાડ કરી RTE હેઠળ પ્રવેશ : 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા

You are currently viewing Aavakna Dakhlaમાં છેડછાડ કરી RTE હેઠળ પ્રવેશ : 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા

Aavakna Dakhlaમાં છેડછાડ કરી RTE હેઠળ પ્રવેશ 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા :વાલીઓના ડોક્યુમેન્ટની તપાસ કરતા આવક 50 ટકાથી ઓછી બતાવી હતી; 250થી વધુ દાખલામાં ગેરરીતિ જોવા મળી

RTEમાં પ્રવેશ મેળવવા માટે સુરતમાં કેટલાક વાલીઓ દ્વારા એવી તરકીબો અજમાવવામાં આવી છે કે જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. RTEમાં મહત્ત્વનો કાગળ આવકનો દાખલો છે, જેમાં વાલીઓની વાર્ષિક આવકનો ઉલ્લેખ હોય છે.

Aavakna Dakhlama Chhedchhad kari RTE hethal Pravesh

RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે કેટલાક વાલીઓએ આવકના દાખલામાં ફોટોશોપના માધ્યમથી છેડછાડ કરી પોતાની આવક ઓછી બતાવી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ગણતરીના સેકન્ડોમાં તેમની પોલ ખોલી નાખવામાં આવી હતી. માત્ર 15 સેકન્ડમાં ખબર પડી ગઈ કે, 1.40 લાખની કમાણી ધરાવનાર વ્યક્તિ પોતાની આવક 70 હજાર રૂપિયા બતાવી રહ્યો હતો.

100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા

RTE હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે કેટલાક વાલીઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવી હતી. સ્ક્રીનિંગ બાદ હાલ 100થી વધુ RTE હેઠળ પ્રવેશ મેળવનાર આવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે.

જો કે આ વાલીઓએ કાગળ પર પોતાની આવક ઓછી બતાવી હતી, પરંતુ વાસ્તવમાં તેમની આવક નિયમ કરતાં વધુ હતી. સ્કૂલના કર્મચારીઓ દ્વારા ફિલ્ડ વિઝિટ કરીને આ માહિતી મેળવી હતી. પણ, કેટલાક વાલીઓ એવા પણ છે, જે એડમિશન મેળવવા માટે કાગળ સાથે પણ છેડછાડ કરી રહ્યા છે.

15 સેકન્ડમાં ક્યુઆર કોડ સ્કેન કરીને વાસ્તવિકતા જાણી

ખાસ કરીને Aavakna Dakhlaમાં ફોટોશોપના માધ્યમથી પોતાની આવકને 50%થી પણ ઓછું બતાવી રહ્યા છે. કેટલાક લોકો નિયમ મુજબ નિર્ધારિત આવક કરતાં વધુ આવક ધરાવતા હોવા છતાં, તેમના દાખલામાં છેડછાડ કરીને પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આવા શંકાસ્પદ આવકના દાખલાઓ પર કડક નજર રાખવામાં આવી છે. શિક્ષણ વિભાગે માત્ર 15 સેકન્ડમાં ક્યુઆર કોડ સ્કેન કરીને વાસ્તવિકતા જાણી હતી.

Aavakna Dakhlaના ક્યુઆર કોડ સ્કેન કરવાથી સરકારી વેબસાઈટ પર દર્શાવાતી આવક ગણતરીના સેકન્ડમાં જાણી શકાય છે. સુરત જિલ્લા શિક્ષણ વિભાગે 250થી વધુ આવકના દાખલાઓની તપાસ કરી હતી અને ગેરરીતિ કરનારા લોકોને તાત્કાલિક પ્રવેશ ન આપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply