RTE Form Rejected ?

By Kirtesh Bhatt

Updated On:

Follow Us

Your RTE Form Rejected : તમારું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે. શું તમારે પણ આવો મેસેજ આવ્યો છે ? તો જરા પણ ચિંતા ના કરતા. અમે અહીં તમને જણાવીશું કે જો તમારે આવો મેસેજ આવ્યો હોય તો શું કરવું. અમે અહીં તમને જણાવીશું કે જો તમારે આવો મેસેજ આવ્યો હોય તો શું કરવું.

RTE Form Rejected ? આરટીઇ ફોર્મ નકાર્યું ? ચિંતા કરશો નહીં તેને ફરીથી સબમિટ કરો

જો તમારી અરજી માં કોઈ ખામી રહી ગઈ છે કે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહી ગયા હોય કે જ્યાં જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાયુ હોય તેની જગ્યાએ ભળતું જ ડોક્યુમેન્ટ અપલોડ થઇ ગયું હોય તો Your RTE Form Rejected : તમારું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે આવો મેસેજ આવી શકે છે.

પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, જો તમારા ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો સરકાર તમને તેમાં સુધારો કરવાની એક તક આપશે જેની સંભવિત તારીખ થોડા દિવસોમાં જાહેર થશે. તે સમયગાળા માં તમે ભરેલ RTE ફોર્મ ની અરજીમાં ખુટતા ડોક્યુમેન્ટ અપલોડ કરી કરી શકશો અને તમારી અરજી ફરીથી સબમિટ કરી શકશો.

RTE Form Rejected ?

આરટીઇ હેઠળ હાલમાં વર્ષ 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ ઘણીવાર વાલીઓ દ્વારા ઓનલાઈન ફોર્મમાં ભરવામાં આવ્યું હોય અને જો તે કોઈ ડોક્યુમેન્ટના અભાવે કે કોઈ ખૂટતી માહિતીના અભાવે અમાન્ય ઠરે તો વાલીએ શું કરવું એ અતિ મહત્ત્વનું છે. ત્યારે આવા કિસ્સામાં વાલીઓ માટે આ માહિતી ખુબ જ અગત્યની સાબિત થશે.

જો ઓનલાઈન ભરેલું ફોર્મ કોઈ દસ્તાવેજના અભાવે અમાન્યુ ઠર્યું હોય તો વાલીએ ચિંતા કરવાની જરુર નથી. જાણો આરટીઈની પ્રવેશ પ્રક્રિયા માટે જે સંભવિત કાર્યક્રમ જાહેર કરાયો છે તેમાં શું વિગત આપવામાં આવી છે.

આરટીઈ હેઠળ ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં હાલ મોટાભાગના વાલીઓને પોતાના બાળકને આરટીઈ હેઠળ ખાનગી શાળામાં અભ્યાસ કરવા મળે તેવી ઈચ્છા હોય છે. જે માટે વાલીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં લાગેલા છે. પરંતુ ફોર્મ ભરવાની ઉતાવળમાં ઘણીવાર કોઈ અગત્યનું ડોક્યુમેન્ટ સબમિટ કરવાનં ભુલાઈ જાય છે. અને Your RTE Form Rejected : તમારું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે, આવો મેસેજ વાલીના મોબાઇલ નંબર ઉપર આવે છે પણ તેનાથી ગભરાશો નહિ.

સરકાર તમને તમારા ફોર્મ માં સુધારો કરવા માટે એક તક આપશે. અત્યારે ફોર્મ ભરવાની જે સમય મર્યાદા આપવામાં આવી છે તે સમય મર્યાદામાં જો કોઈ વાલીને ડોક્યુમેન્ટ સરકારી કચેરીમાંથી સમયસર મળ્યું નથી. અને તેણે ઓનલાઈન ફોર્મ ભરી દીધુ છે પરંતુ તે ફોર્મ ખુટતા ડોક્યુમેન્ટના અભાવે અમાન્ય ઠર્યું છે તો પણ વાલીએ ચિંતા કરવાની જરુર નથી. કારણ કે હાલમાં આરટીઈ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 13મી માર્ચ 2025 સુધી ચાલવાની છે. ત્યાર બાદ જે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા છે તે ફોર્મની ચકાસણી થશે.

RTE Form Rejected : અરજી ફરીથી સબમિટ કરી શકશો

આ ઉપરાંત આ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીમાં ખુટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને ફરી એક તક આપવામાં આવશે. તારીખ 14/03/2025 થી તારીખ 16/03/2025 સુધીમાં જેમના ફોર્મ અમાન્ય તેવા અરજદારોને ખુટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે નો સમય આપવામાં આવશે. ત્યારબાદ તારીખ 14/03/2025 થી તારીખ 18/03/2025 સુધીમાં સુધરેલાંફોર્મનું વેરિફિકેશન થશે અને 27મી માર્ચની આજુબાજુ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની સંભાવના છે.

એટલે કે આ વખતે કોઈ પણ બાળક આરટીઈ હેઠળ પ્રવેશ લેવાને યોગ્યતા ધરાવે છે પરંતુ કોઈ કારણસર પ્રવેશથી વંચિત ન રહી જાય તેની પુરતી તકેદારી રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. જેના કારણે જ ખુટતા ડોક્યુમેન્ટ સબમીટ કરવા માટે આ વખતે ફરી તક વાલીઓને આપવામાં આવી છે.

Photo of author

Kirtesh Bhatt

The founder of EduTech Info is a passionate educator and tech enthusiast, dedicated to simplifying education and technology for students, parents, and teachers across India. With years of experience in digital learning, they write clear, practical, and up-to-date content to help readers make smarter choices in the world of edtech.

Leave a Comment